જીવી લઉ છું

praptivahia on Mar 15th 2010 11:34 am

 ખબર  નથી  મુજને  આ  શું  કરું  છું?

ચાહુ છુ સૌને, પણ તમને પ્રેમ કરું છું

સૂરજ બરફ થઈ આ ક્ષિતિજે પીગળે

હા,   તારો   હજુ   ઈંતજાર   કરું  છું

સમજાવી  શક્તી  નથી  વ્યથા મારી

પણ  પ્રયત્ન  એનો  વારંવાર કરું છું

કદિ  હાસ્ય વેરું, કદિ માતમ મનાવું,

મળે જીવતર જેવું , એવું જીવી લઉ છું

Filed in Poetry | Comments (0)

અજવાસી ક્ષણ

praptivahia on Mar 15th 2010 10:41 am

જીદગી તો પ્યાસમાં જ પૂરી થઈ જાત પણ-

આંખોમાં   તારી  મને   દેખાય  ભીનું   રણ

 ખોબો   ભરીને  વેરી   દઉ   હાસ્ય   પણ-

આપે  જો  કોઈ   મને  ખુશીનો  એક  કણ

 અંધારી  રાતે  જલાવી  દઉ  કોડિયું  પણ

મળી  જાય  મને  કોઈ  અજવાસી  ક્ષણ

Filed in Poetry | Comments (0)

હું મારામાં ફરું

praptivahia on Oct 14th 2009 06:56 am

માગુ હું ખુશી ને ચોધાર આંસુએ રડું

બસ આમજ હું મારામાં તરબતર રહું

જીવનની રાહે આ તે કેવી ચાલ છે?

અંતરે  બેસૂરા,   આ તાલ  લઈ ફરું

ખોલીને જોઉં તો નીક્ળે ચપટી ધૂળ,

ને રણની તલાશમાં હું  દ્વાર દ્વાર ફરું

ઘૂમે આ  ગ્રહો  નક્ષત્રો આસ પાસ,

લઈ બ્રહ્માંડને મુઠ્ઠીમાં હું આભમાં ફરું

મૃગ હોય અજ્ઞાન એની કસ્તૂરી વિશે

લઈ   કસ્તૂરી  જ્ઞાન,   હું મારામાં ફરું

Filed in Poetry | Comments (1)

Next »

Powered By Indic IME
1477 pages viewed, 0 today
555 visits, 0 today